પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. પ્રક્ષિપ્ત કોણ ($^o$ માં) કેટલો હશે?
$60$
$15$
$30$
$45$
ગૅલિલિયોએ તેના પુસ્તક $“Two New Sciences”$ માં એવું વિધાન કર્યું છે. $45^o$ ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતાં બે જુદા-જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો.
જો એક પદાર્થ $A$ દળ $M$ ને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણા પર $v$ વેગથી ફેકવામાં આવે અને બીજા સમાન દળના પદાર્થ $B$ ને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણા પર સમાન ઝડપથી ફેકવામાં આવે છે. $A$ અને $B$ ની અવધિઓનો ગુણોત્તર કેટલો થાય?
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.
બે પદાર્થોને $\theta $ અને $(90^o -\theta )$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેમના ઉડ્યન માટે લાગતા સમયનો ગુણોત્તર શોધો.
$1\, kg $ દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે $3 \,seconds$ બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?